Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

PARUL GALATHIYA

Drama

4  

PARUL GALATHIYA

Drama

વિયોગની વેળા

વિયોગની વેળા

3 mins
224


એક વિરમપુર ગામ હતું. આ નાનકડા ગામને એક દિવસ એક નવી દિશા મળી હતી. કેમ કે તે ગામમાં એક કવિતા નામની છોકરી રહેવા માટે આવી હતી. તે ગામમાં તેને રહેવાનું કારણ બસ એટલું જ હતું કે કવિતા જે ગામમાં રહતી હતી. તે ગામમાં ભણતર ન હતું. કવિતા એનો અભ્યાસ કરવામાં માટે વિરમપુરમાં આવી હતી. કવિતા ભણવામાં ખુબ જ હોશિયાર છોકરી હતી. તેને ભણવા માટે પોતાના પરિવારને છોડીને આવવું પડ્યું હતું. એટલે એને પપ્પા મમ્મીની યાદ આવતી હતી. 

એક દિવસ સાંજનો સમય હતો. કવિતાને વિરમપુર ગામમાં કોઈ સગા સંબંધી રહેતું ન હતું. એ સાવ એકલી પડી ગઈ તેને સતત પોતાના પરિવારની યાદ આવ્યાં કરે. બિચારી દિવસ તો ગમે એમ કરીને પસાર કરી લેતી પણ સાંજે એને બહુ જ યાદ આવતી. એને મનમાં વિચાર આવતો કાશ હું મારા પરિવારને અત્યારે મળી શકું. અત્યારે મારા પરિવાર સાથે મારું મિલન થાય તો કેવું સારું? આમ એ મનમાં ને મનમાં વિચાર કરતી. ત્યાર પછી એ સાંજે કાનજીને યાદ કરીને સુઈ જતી. કવિતાના જીવનમાં તેના પરિવારનો વિયોગ શું છે એ એને ખબર હતી. કેવી રીતે એ એકલી રહેતી એની યાદમાં કેટકેટલા વિયોગ વરસાદમાં લાકડું ભીંજાય એમ એ ભીંજાયા છે. લાકડું જેમ પાણીમાં પલળીને સાવ મૂંઝાઈ જાય એમ આ કવિતા પણ એકલી બારી પાસે બેઠી બેઠી મૂંઝાણી મનમાં ને મનમાં વિચાર કરે છે. આ વિયોગની વેદના હવે નથી સેહવાતી.

કવિતા ભણવામાં હોશિયાર એટલે એની સખીઓ તો ઘણી બની ગઈ હતી. પણ પોતીકો લાગે એવો ચહેરો કેટલાય દિવસથી અને જોવા નોતો મળ્યો. કોલેજથી હોસ્ટેલ સુધી એને રસ્તામાં ચાલીને જવું પડતું. રસ્તાવળી ક્યાંક પોતાનો હોય એવો ચહરો નજરે પડે તોય દિલને શાંતિ થાય, એવા વિચારોમાં ખોવાયેલી કવિતા રસ્તો પસાર કરતી જાય અને બધાને યાદ કરતી જાય. ૧૦ /૨૦ મિનિટનો રસ્તો થાય. વળી પાછી હોસ્ટેલે આવીને એ પોતાનું હોમવર્ક બાકી હોય એ કરી લે અને એકલી પડે એટલે તેને પોતાના પરિવારની યાદ આવવા લાગે. 

એક દિવસની વાત છે. ઉનાળો પૂરો થઈ ગયો અને ચોમાસું બેઠું. આકાશમાં વાદળો ઘેરાયા હતાં. કવિતા બારી પાસે બેઠી બેઠી આકાશમાં જુવે છે.ડુંગરાઓ પણ બારીમાંથી આછા આછા દેખાય આવે છે. ડુંગરો પોતાની કેડ વાળીને બેઠા હોય અને છાના માના કવિતા જોડે કવિતા રચતા હોય એવું લાગ્યું. અચાનક એને એક પંક્તિ યાદ આવે છે.

વાદળો સંકેલી અમે પછેડી ભરી 

અને એને વીજળીની દોરીએ બાંધ્યા.

 કવિતાને એમ થયું આ અચાનક મારા મનમાં આટલી સરસ કલ્પના કેવી રીતે થઈ ગઈ. એને તો બહુ જ મજા પડી ગઈ. એ કહે વાહ આતો કવિતાના મુખે કવિતા સરી પડી. કવિતાએ બારી પાસે બેઠા બેઠા એ એક પક્તિમાંથી આખી કવિતાની રચના કરી લીધી. બસ ત્યારથી કવિતાએ કવિતા લખવાનું શરૂ કરી દીધી. પછી તો કવિતાના મનમાં સરસ મજાની કુંપળો ફૂટવા લાગી અને કવિતા રચાવા લાગી. 

 કવિતા વરસાદમાં જાય એટલે એને વરસાદની કવિતા યાદ આવે. મિત્રો જોડે મિલન થાય ત્યારે તેને મિલન વિશે લખી લેતી. પરિવારનો વિયોગ હવે બહુ નથી લાગતો, કેમ કે હવે કવિતાનું મન કવિતા લખવામાં પરોવાય ગયું હતું. થોડા દિવસો બાદ કવિતા કવિતા લખવામાં એટલી બધી આગળ વધી કે એની રચના અખબાર અને સામાયિકમાં પણ છાપવા લાગી. કવિતાને બહુ જ આનંદ થયો. હવે તો કવિતા રોજ રોજ એક રચના છાપાંમાં આપે છે.    

વરસાદમાં બારીએ બેઠા બેઠા કવિતા લખવાની શરૂઆત કરે, વિયોગથી મિલન સુધી યાદ કરી લેતી અને પછી એ લખતી. કવિતાની કવિતા હવે તો અદભૂત થવા લાગી. બધાં તેને કહેવા લાગ્યા શાબાશ કવિતાની કવિતા સરસ મજાની. કવિતાએ વરસાદ ના સમયમાં મિલન અને વિયોગ વિશે કવિતાઓ લખી છે. એ કવિતા અને કવિતાંને આજે પણ બધાં લોકો યાદ કરે છે.

આમ ધીરે ધીરે વરસાદની મોસમ ધીમી ગતિએ શાંત થઈ ગઈ. કવિતાની કવિતા તો એકધારી ગતિએ વહેવા લાગી. સમય જતાં કવિતા પોતે જ એક આખી કવિતા બની ગઈ.

કવિતાનું વર્ણન કરો તો શબ્દો ઓછા પડે. કવિતાની કોઈ કવિતા ન કરી શકે. બસ એક માત્ર કવિતા પોતે જ શબ્દ આપી શકે. વિરમપુર ગામનું નામ કવિતા લખી કવિતા લખીને રોશન કરી દીધું. કવિતાએ એના મમ્મી પપ્પાનું પણ નામ રોશન કર્યું. અનેક એવોર્ડ અને ટ્રોફી પણ મેળવી.આ રીતે વિરમપુર ગામની દિશા કવિતાએ બદલી દીધી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama