ડૉકટર બન્યા ઈશ્વર
ડૉકટર બન્યા ઈશ્વર
1 min
349
જીવનમાં વિકટ પરિસ્થિતિમાં સંગાથ હોય,
હર ઘડીએ મલકાતું મુખ દર્દીનું દુઃખ બની,
દવાખાનું માની લઈ પોતાનું આંગણું,
હર મુશ્કેલીમાં હંમેશા ખોલે પોતાનું બારણું,
પોતાનો જીવ જોખમમાં મૂકી કરે સેવા,
નથી કરતો વિચાર મળશે કે મને મેવા,
દુઃખ હોય કે સુખ હર ઘડીએ લેતા ભાગ,
ઊંઘમાં પણ ચિંતા રહેતી હર ઘડીએ જાગ,
ડોકટર બન્યો માનવનો ઈશ્વર સાથે રહી,
મનનો વહેમ દૂર કર્યો દુઃખ બધાં સહી.
