STORYMIRROR

purvi patel pk

Drama

4  

purvi patel pk

Drama

બોલો મેરે આકા

બોલો મેરે આકા

1 min
284

ફૂંક એક મારુ ને, જીવનમાંથી દુઃખ થઈ જાય ગાયબ

ચપટી હું વગાડું ને, ચટ ભાગે મુખ પરથી નિરાશા,

ફંગોળુ જરાક ને, દૂર ફેંકાય જાય પળોજણ મારી

હવામાં હાથ વીંઝોળુ ને, ખુશીઓથી ભરાય જાય મુઠ્ઠી,


મળી જાય ક્યારેક, મને પણ એક જાદુઈ ચિરાગ

ઘસુ હજી તો જરા તરા, ને ધુમાડે નીકળે એક જિન

સામે આવી પૂછે મને, "બોલો મેરે આકા,"

શું કરું એવું કે, ખુશ થાવ તમે, મારા આકા"


હુકમ સાંભળવા ટેવાયેલી, આજે હુકમ કરું હું તને

ચાલ, જલ્દી કર જાદુ, તું દૂર કર મુસીબત મારી

જલ્દીથી તું જીવનમાંથી ભગાવ મુશ્કેલીઓ ભારી

દુઃખી કોઈ રહે નહી, ને ખુશીઓના છાંટણા થાય,


ન રહે કોઈ અબોલડે, ન કોઈ ઘર, કે ન કોઈ ભાઈ

હસી-ખુશીના ફૂલ ખીલે ને, કોઈ કોઈથી ના રિસાય

ભૂખ્યું કોઈ સૂએ નહીં ને, ઘેર ઘેર પકવાન ચૂલે રંધાય 

હવે દર્દ મને શોધી ન શકે, એમ ક્યાંક છૂપાઉં

દુનિયા આખી શોધતી રહે, મેળવી તને હું પોરસાઉ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama