મળી નજરુંથી નજર
મળી નજરુંથી નજર
1 min
179
મળી નજરુથી નજર વાલમની સાથે,
ને થયું વાવેતર દિલમાં લીલુંછમ,
વીત્યાં વર્ષો અનેક મળતાં નજરને,
મળીને ખીલ્યું કોરું હૈયું લીલુંછમ,
વિતી ઋતુ પર ઋતુ, આવ્યો ચોમાસો,
ને ધરતીએ ઓઢ્યું પાનેતર લીલુંછમ,
હળવેકથી ઉઠ્યો સૂર પ્રણય કેરો હદયમાં,
ને થઈ રહ્યો મધુર ગૂંજારવ, કાંઈક લીલુંછમ,
અંધકારને હરાવી અજવાળું આવ્યું મુજ દ્વાર,
ને રેડી રહ્યો પ્રકાશ, થયું જીવન લીલુંછમ,
રુપકડું સોણલું મારું, સખી પહેલાં પરોઢનું,
નાનેરી જિંદગી માં કરી ગયો ઉજાસ લીલુંછમ,
