ખબર ક્યાં હતી ?
ખબર ક્યાં હતી ?


ચાહવું કેટલું એ ખબર ક્યાં હતી ?
પ્રેમને જાણવાની ઉંમર ક્યાં હતી ?
ખ્વાબમાં તો પ્રણયની અસર ક્યાં હતી ?
ખ્વાબ દફનાવું એવી કબર ક્યાં હતી ?
જિંદગી જીવવી આ સરળ તો ન'તી
પ્યારનાં સબંધોની કદર ક્યાં હતી ?
ઓળખું પ્રેમને એ સમજ ના હતી,
હું કદી આપની હમસફર ક્યાં હતી ?
ચોપડી પાન પર ફૂલ છે એ શ્વસે,
તું કહે પ્રેમમાં તો કસર ક્યાં હતી ?
બાગનો બાંકડો રાહ તારી જુએ,
તું કહે પ્રેમમાં એ સબર ક્યાં હતી ?