હું બેહાલ છું
હું બેહાલ છું
ન પૂછો મારા હાલ વિષે મુજને,
તમને જોયા બાદ હું બેહાલ છું,
નજરોના તીર ચલાવી મુજ પર,
તીરથી ઘાયલ બની હું બેહાલ છું,
પહેલી મુલાકાતે વશ કર્યો છે મુજને,
તમને વશ થયા બાદ હું બેહાલ છું,
મુલાકાત આપી છૂપાયા છો મુજથી,
તમને શોધી શોધીને હું બેહાલ છું,
મળવાનો વાયદો કર્યો હતો મુજને,
વાટ તમારી જોઈને હું બેહાલ છું,
સપનામાં રોજ સતાવો છો મુજને,
રાતે ઉજાગરા કરીને હું બેહાલ છું,
તમારા મિલન માટે અધિરો થયો છું,
મિલન માટેની તડપથી હું બેહાલ છું,
તમારા યૌવનનો તરસ્યો છું "મુરલી",
યૌવન રસની તરસથી હું બેહાલ છું.

