STORYMIRROR

Pratiksha Pandya

Drama

4  

Pratiksha Pandya

Drama

સ્નેહે ઉત્સવ ઉજવાતો

સ્નેહે ઉત્સવ ઉજવાતો

1 min
275

પ્રેમ કર્યો હતો ઉત્કટ રાધા મોહન તણો,

નિસર્ગ મ્હીં તરુ છાંયે, રાધા મોહન તણો,


ના વિચાર્યું અન્ય સ્નેહીજનોનું, આ પ્રેમ દોરે,

ચાહી અવિરત બંધાઈ, કો જોગન ભર્યો,


ત્યાં તો મોબાઈલ ભસ્માસુરે માંડી કઠણાઈ,

તોડી પ્રેમનગરી, મલબો હૈયે ડટાયો,


મોબાઈલ ના પરખે, પ્રેમનાં વચન ભીનાં,

પળમાં પલટ્યો સાયકલ દિશા ટકોરો,


વહેમના ગુંથાયા જાળાં, દિલના ભાવો હરી,

તૂટયાં પ્રીત તાર ક્ષણમાં, ભરોસો ઘવાયો,


લાગી નજર  પ્રેમને, વતેસર  થયું  વાતે,

તિરાડ પડી  હૈયામાં, ખાઈ  થઈ ઘૂંટાયો,


વંટોળ આ અર્વાચીન શો, કેમનો અટકશે ?

શાશ્વતી ગાંઠ જો, સ્નેહે ઉત્સવ ઉજવાતો.


Rate this content
Log in

Similar gujarati poem from Drama