પ્રેમઆંગણ ચોકમાં
પ્રેમઆંગણ ચોકમાં
મારા પ્રેમઆંગણના ચોકમાં,
આવ્યો શશી ભમવા રૂડો રે,
હૈયાના મેદાનમાં રમવા પૂરો રે,
મારાં પ્રેમઆંગણના ચોકમાં,
આવ્યો શશી ભમવા રૂડો રે !
એના આંખ પલકારા ઝળહળ રે,
ચાંદની તેજ ઝગારાં ઝમઝમ રે,
આંગણે ઝગ્યાં દીપ સૌ ટમટમ રે,
મારાં પ્રેમઆંગણના ચોકમાં,
આવ્યો શશી ભમવા રૂડો રે !
પ્રીતમ સંગ રમવા રાસ ભેળાં,
દાંડિયા સાથ ગીત પ્રેમનાં લેતાં,
પગની પાનીએ રસ્તા હરખાતાં,
મારાં પ્રેમઆંગણના ચોકમાં,
આવ્યો શશી ભમવા રૂડો રે !
બ્રહ્માંડે એનાં ગાજે નાદ ભરી,
એકમેક હૈયાં નાચે રાસ રમી,
પોંખતા પ્રીતના વાદે રાત નવી,
મારાં પ્રેમઆંગણના ચોકમાં,
આવ્યો શશી ભમવા રૂડો રે !

