પ્રીતનાં ઉરે વસે
પ્રીતનાં ઉરે વસે
વચનો સંસારે ઘણાં, પ્રીતનાં તો ઉરે વસે,
આપી ઉજાળે જીવન, નિભાવી હૈયે ઠરે,
વન વૈમનષ્યનાં જે, હાથ પગ ફેલાવતાં,
મૂળ ઉધઈ ઉખાડે, એનાં હેતને કાંપે,
છવાયેલ ઘટાટોપ, ખૂણે ખૂણો માપે વળી,
જતો અંધાર ઘેઘૂર, પ્રીત વચને ખરે,
પ્રીતના વચન સ્નેહે, છલીને તેજ ભરતાં,
આપે છાંયો જીવતરે, કાપી તડકાં ઝરે,
તાળા કદી ના મારે ત્યાં, પ્રીતઘેલી હૈયે ખૂલે,
સોળે કળાએ ખીલીને, વ્હે આંખને પડદે,
ભવોભવનાં વચન, ભાથું ભરે પરમાર્થે,
ખુશી શરણાઈ ગાજે, પ્રેમ તીરે વીંધીને,
ઈશ ત્રાજવે તોળાતાં, પ્રેમ શબદ ઘરેણાં,
તોલી પ્રીતના વચનો, ભારથી જગે નમે.
