વતન પ્યારું મારું
વતન પ્યારું મારું
ધરા અવતરણે તો, અમૂલો જે દેહ દીધો,
વતન પ્યારું મારું જ્યાં, પગલે લેખ કીધો,
મહેક મળી શ્વાસે એની, ખીલે પ્રીતે ભળી રૂડી,
જન્મસ્થાન વતન એ, જ્યાં મારો નેહ ભીનો,
વિરલ આ ભૂમી જગે, રત્નો મહીં શ્રેષ્ઠ ઝગે,
વિરાસત શહીદોની, વીરતા ભેખ લીધો,
વીરાંગના વીર નાદે, શંખ ફૂંકે વિજય શો,
પાછીપાની ના કરે એ, જીતનો નેહ પીધો,
સપૂત વીરો ન્યારા જે, દેશપ્રેમે વરી રહ્યાં,
વહોરી શહીદી શાને, તિરંગે વેશ ધીંગો,
આવે સંકટ ઘણાં ય, પારોઠા ડગ ના ભરે,
એ રસાયો રંગ મ્હારો, જંગમાં પ્રેમ સીધો,
વતન એવું આ મારું, અંગ અંગમાં વસેલું,
ગાન એનું ગાતાં વિશ્વે, સૂર એ શ્રેષ્ઠ મીઠો.
