STORYMIRROR

Pratiksha Pandya

Romance

4  

Pratiksha Pandya

Romance

પ્રિય જન હૈયે.. આનંદ ભયો

પ્રિય જન હૈયે.. આનંદ ભયો

1 min
249

આભને ધરા નિસર્ગે કરે ચૂમી, આનંદ ભયો,

સત્યમ શિવમ સુંદરમ સંગમ સુખી આનંદ ભયો,

પ્રિય જન હૈયે તો પરમ આનંદ ભયો,


પ્રેમ વ્હાલનો સાગર હિલ્લોળે જગમાં વહી,

સંસારે ચેતન તેજે સઘળો પૂરી આનંદ ભયો,

પ્રિય જન હૈયે તો પરમ આનંદ ભયો,


બ્રહ્માંડ આખુંયે નર્તે, શિવ આનંદ ચીર રૂપે,

પ્રીત ઝૂલે અત્ર, તત્ર, સર્વત્ર ઘૂમી આનંદ ભયો,

પ્રિય જન હૈયે તો પરમ આનંદ ભયો,


હૈયે ધબકાર પ્રીતના, મલકાટ મીતનો પ્યારો,

પડઘા એનાં ખોરડે, નાદ એ સજી આનંદ ભયો,

પ્રિય જન હૈયે તો પરમ આનંદ ભયો,


જન્મોજન્મ પ્રેમ પર્વ ઉજવે અનંત રાહે,

ગળી અંધાર ઉજાસ, પ્હેરો ભરી આનંદ ભયો,

પ્રિય જન હૈયે તો પરમ આનંદ ભયો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance