જાદુગર મોટાં
જાદુગર મોટાં
સૌનાં મનને ગમતી વાત જાદુ એ તો નોખા,
શક્તિ મળે એ જો, કરવા દુઃખ દૂર સૌનાં,
જાદુછડી ઘુમાવી, ક્ષણમાં કમાલ જે કરી,
દુનિયા આખી સાફસુથરી, થૈ જાય શોભા,
જાદુગર નોખો, સર્જે સામ્રાજ્યો મેઘધનુષી,
હાથે પંખી માયા, કમાલ જોઈ એની મોહ્યાં,
પરી કો ઉતરી આભેથી, તેજ એનાં પાથરી,
જાદુ એનાં રૂડાં રૂપે મહેલ ત્યાં તો સોહ્યાં,
કલ્યાણ છે જો જાદુછડીમાં સંસારે નેહથી,
જાદુ એ સાચો, જગ એથી ઉજાગર થાતાં,
ના કો ગરીબ - તવંગર, હળીમળી સ્નેહથી,
વિશ્વખેલે જાદુ, કરે કમાલ સ્વશક્તિના,
કર્યા છે જાદુ કામ, અવતારે જગે પ્રેમથી,
કૃષ્ણ, રામ, બુદ્ધ, ગાંધી એ જાદુગર મોટાં !
