STORYMIRROR

purvi patel pk

Drama

4  

purvi patel pk

Drama

કર્યા કરું

કર્યા કરું

1 min
401

દુનિયાની રીતને અવગણીને ધરાર ચાલ્યા કરું 

હું તો કલમ વડે જ સૌને કંકુ-ચોખા કર્યા કરું,


દુઃખોને ઢોળી દઈ, ખોબલે-ખોબલે બસ હસ્યા કરું ધુમ્મસના ધૂંધળા દરિયામાં એકલપંડે તર્યા કરું,


કાજળને છોડીને, આંખોમાં સપના આંજયા કરું 

ઊગતા સૂરજને બસ, ઘુરકીને જોયા કરું,


હૈયડાની કોરી પાટી પર નીતનવું ચીતર્યા કરું 

રણની રેતીમાં વિચારોની નાવ હંકાર્યા કરું,


પૂનમની રાતે ચાંદને એકીટસે નીરખ્યા કરું 

હૃદયના એકાંતને હર પળ છંછેડયા કરું,


જિંદગીની વાર્તાને અધૂરી જ છોડ્યા કરું 

અમાસની રાત્રે પણ તારાઓને ખેરવ્યા કરું,


રાત આખી જાગીને, સવારે મોડે સુધી ઘોર્યા કરું 

સત્તાની સામે પણ હવે તો શાણપણ કર્યા કરું,


ફરજોને પોઢાડીને જાગવાનો ઢોંગ કર્યા કરું 

મરવાના વાંકે બસ, જીવવાનું ગાંડપણ કર્યા કરું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama