શોધજે મને
શોધજે મને
શોધજે મને પ્રેમના નગરમાં,
નફરતની સાંકડી ગલીમાં હું નહિ મળું,
શોધજે મને આ વિશ્વાસનાં સોનેરી શહેરમાં,
આ વિશ્વાસઘાતની ગુમનામ ગલીઓમાં હું નહિ મળું,
શોધજે મને તારા હૃદયના કોઈ ખૂણે,
દુનિયાની ભીડમાં હું તને ક્યાંય નહિ મળું,
શોધજે મને લાગણીનાં તરબતર નગરમાં,
રેત જેવા શુષ્ક વ્યવહારમાં હું નહિ મળું,
શોધજે મને અર્થસભર મૌનના શહેરમાં,
આ અર્થહીન શબ્દોની સાંકડી ગલીમાં હું તને નહિ મળું,
શોધજે મને સોનેરી હકીકતોના નગરમાં,
આ આભાસી ભ્રમની ગલીઓમાં હું નહિ મળું.
