Harikrishna Kanzariya

Drama

3  

Harikrishna Kanzariya

Drama

ભાર કોણ ઝીલે?

ભાર કોણ ઝીલે?

1 min
11.4K


વડલાને મેલી આ ફૂલોનો ભાર કોણ જીલે? 


તેલનું ટીંપુકડું ને કપિનું કેસર, રાખે હૈયા સાથે ચાંપી 

ધાબે ચોંટેલી ચીંચીને જોતા, લેતી દોડીને ફળી માપી

રૂ ના તાંતણમાંથી ગૂંથેલા સાપને, ધબકારા સંગ ખમે ડિલે 

વડલાને મેલી આ ફૂલોનો ભાર કોણ જીલે?  


ફરતી એ વડલાની ડાળી ઝાલીને, ઘનઘોર વનમાં થઈ ઝાંસી 

ધ્રુજતા એ હાથ જયારે માથે ફરે ત્યારે, દોડી ભાગે એની ઉદાસી 

મરજાદ નામે ઘુંઘટની ઓસાડમાં, ખરતા ખારા પાણી પી લે 

વડલાને મેલી આ ફૂલોનો ભાર કોણ જીલે? 


ખેલતી ને કૂદતી અર્ણવની મોજું સમ, ખોળે આવીને શમી જાતી 

ના બીકથી શમતી એતો પાંચકૂકા રમતી, વાળ ખુલ્લા રાખીને હરખાતી 

કાળા ભમ્મર કેરા કેશોની કેડીમાં, રાતા રવિને બાંધ્યો ખીલે 

વડલાને મેલી આ ફૂલોનો ભાર કોણ જીલે? 


Rate this content
Log in