Harikrishna Kanzariya

Others

4.0  

Harikrishna Kanzariya

Others

કેમ વિસરું તને ?

કેમ વિસરું તને ?

1 min
11.9K


સૃષ્ટિનું મંથન કરી ચીતરી છે, 

કાં, વિસરું તને ? 

અજવાળું ચંદાની ચાંદનીનું માંગીને 

ચિતરું તને, 


સૃષ્ટિનું મંથન કરી ચીતરી છે,

કાં, વિસરું તને ? 

આભ સમ કાગળમાં આંગળીના ટેરવાથી 

ચિતરું તને, 


સૃષ્ટિનું મંથન કરી ચીતરી છે, 

કાં, વિસરું તને ? 

સાગરની શાહી ને મોરનીનાં પીંછાંથી 

ચિતરું તને, 


સૃષ્ટિનું મંથન કરી ચીતરી છે, 

કાં, વિસરું તને ? 

પુષ્પોનાં રંગોને છાબડીમાં ઘોળીને 

ચિતરું તને, 


સૃષ્ટિનું મંથન કરી ચીતરી છે, 

કાં, વિસરું તને ? 

પંખીના કલરવને વાંસળીમાં જોડીને 

ચિતરું તને, 


સૃષ્ટિનું મંથન કરી ચીતરી છે, 

કાં, વિસરું તને ? 

'કૃષ્ણ 'ને રાધાનો પ્રેમ પીગાળીને  

ચિતરું તને. 


સૃષ્ટિનું મંથન કરી ચીતરી છે, 

કાં, વિસરું તને? 

સિધુ ઉદર સમ 'હરિ' હૈયું લાગ્યું, 

છીછરું તને.


Rate this content
Log in