કોરોના છે
કોરોના છે

1 min

124
કોમળ કલરવ કરતી કોયલ,
કાગડા કિકિયારી કરતાતા,
કોઈકે કાળા કામ કર્યા કે,
કોકના કાળજા કટકા કર્યા.
રોજની રોકડ રળતા રંક રોજ,
રોટલા રાહે રડતા રહ્યા,
રહેતા રંગીન રાજમહેલ રે,
રસના રસિયા રમતા રહ્યા.
નાકાબંધી ને નાકને નાથ્યું,
નકરા નાણાં નકામા નડ્યા,
નસમાં નશો ને નકશે નતો ને,
નરનાર નગરે નગરે નચાવ્યા.
છે છાંયા, છલકાશે છવાશે,
છળકપટ છે છતાં છોડ્યા,
છીછરી છાતી છે છોરા(હરિ )ની,
છાજલી છીપને છે છુપાવ્યા.