Harikrishna Kanzariya

Romance

4  

Harikrishna Kanzariya

Romance

મારી વિરડી

મારી વિરડી

1 min
24.5K

પથ્થરની પૂજા હું કરતો, મુરત ધારી મનમાં,

મીઠાં જળની વિરડી વીણતો છે જે મારાં રણમાં.

શમણામાં સુરજ વીણતો, ને દિવસે ચાંદામામા,

કંકરમાં પાંચીકા વીણતો, પગલાઓ રસ્તામાં,

ચાંદા સુરજ લઈને આવું, તારા એ જગણમાં,

મીઠાં જળની વિરડી વીણતો છે જે મારાં રણમાં.

વાદળમાં ચહેરાને વીણતો, સુતા મારી સૈયામાં,

પાણીમાં પડછાયો વીણતો, હિલોળા હૈયામાં,

નખરાળી તારી ચાલ્યું વીણતો અદ્રિ ઝરણમાં,

મીઠાં જળની વિરડી વીણતો છે જે મારાં રણમાં.

ઝાકળની ભીનાશને વીણતો, ચોંટેલી પરણમાં, 

ધડકન તારા તનમાં વીણતો, શ્વાસોને પવનમાં, 

તારા હોઠના સ્પર્શને વીણતો વર્ષાના વહણમાં,

મીઠાં જળની વિરડી વીણતો છે જે મારાં રણમાં.

પૂરવમાં પરભાતને વીણતો, મલકાતાં મુખડામાં,

દર્પણમાં સંગાથને વીણતો, હું છાંયો દુખડામા,

કંટકની ધારે ફૂલ વીણતો અશ્રુ તારી અખણમાં, 

મીઠાં જળની વિરડી વીણતો છે જે મારાં રણમાં.

દરિયા કાંઠે મોતી વીણતો, તારાઓ ગગનમાં, 

ફૂલની એ સોડમ વીણતો, મળતી તારા તનમાં,

વીણીને જગને કરું શું? તું જ ના હો અગણમાં !

મીઠાં જળની વિરડી વીણતો છે જે મારાં રણમાં.

સરિતામાં સ્વભાવને વીણતો, ઉપકારો તરુવરમાં

ગુણદોષે ગુણલા વીણતો, વિશ્વાસ વીણું સરોવરમાં  

સૌ પાસે મળતું 'હરિ'વીણતો પામુ તુજ એ લગણમાં

મીઠાં જળની વિરડી વીણતો છે જે મારાં રણમાં 

Rate this content
Log in

Similar gujarati poem from Romance