કમાણી
કમાણી


વિસારું તને કેમ શ્વાસે સમાણી,
કરે તું દુઆ એમ થાશે કમાણી,
રહ્યો માંગતો હું દુઆ બંદગીમાં,
વિત્યું આયખું છેક લાશે પમાણી,
વિધાતા થયો કેદ તારી જુબાને,
ભરી જીભડી નેક રાશે થમાણી,
ખરી છે ખુદા રીત તારી સજામાં,
મને પામશે પ્રિત આશે હોમાણી,
થયો એમ 'નિંભર' તને ચાહવામાં,
મળી આ જગત રોજ ગાશે કમાણી.