સંજીવની
સંજીવની

1 min

12.1K
ઘણા ઉતર્યા છે શબ્દો કાગળ પર આજ સુધી,
કોઈએ કવિતા તો કોઈએ એને ગઝલ કહી છે !
વાત ક્યારેક લાગણીની, તો ક્યારેક દર્દ, પ્રેમ ની,
સમજાઈ જેને એણે હંમેશા વાહ વાહ કરી છે !
લખતા ક્યારેક આ દિલ માં મીઠું મીઠું દુઃખેય છે,
પોતીકાએ દીધેલ પીડા જયારે આપને કહી છે !
હા, તકલીફ થાય છે પણ હલકુય લાગે છે,
જ્યારથી આંખો એ વહેતુ આંસુ સ્યાહી બની છે.
હવે આદત પડી ગઈ છે આમજ જીવી લેવાની,
મરતા હતા અમે તો, આ કલમ સંજીવની બની છે.