આ જિંદગી
આ જિંદગી
આ જિંદગી તો બેવફા હોય છે,
કેટલું જતન કરો તે ખફા હોય છે,
મહેનતથી કર્મ ઉજળાં થાય તો,
પ્રારબ્ધે નસીબ જ વાંકા હોય છે,
ના સાથી હોય છે ના સંગી સાથે હોય છે,
એમજ જિંદગી સંબંધોથી શૂન્ય હોય છે
એકધારા કર્યા કર્મ છતાં એના ફળ કડવાં હોય છે,
ના કંઈ ધનદોલત ના મહેલ સાથે હોય છે.
જવાનું આ જિંદગીમાં સૌએ એકલાં હોય છે,
ના જન્મ ના મરણ, ક્યાં કોઈનાં હાથમાં હોય છે..