શું કહું?
શું કહું?
મારી આંખમાં તારો પડછાયો ઉગ્યો’તો.
તારી હથેળીમાં મારું નામ કોતરવાનો પ્રયાસ કર્યો’તો.
તારી તરફ હાથ પણ મેં લંબાવ્યો’તો.
ઉગતા સૂરજની સાક્ષીએ પ્રેમ કર્યો’તો.
તાજગીસભર કિરણોની હૂંફમાં હાથ મેળવ્યો’તો.
એ ધોમધખતી બપોરે તને કોલ દીધો’તો.
પેલા તીખા તડકાએ બેયનો પ્રેમાલાપ સાંભળ્યો’તો.
પણ....
સાંજ ઢળતાં સૂરજ પણ ઓસર્યો’તો,
અને તું પણ ક્ષિતિજની પેલે પાર આથમ્યો’તો,
પણ એ કાંઈ નવાઈનો બનાવ તો નહોતો.
તું પડછાયો હતો એટલે જ તો અદ્રશ્ય થયો’તો.
શું કહું?
