આટલી ઈચ્છા
આટલી ઈચ્છા
લખોટી, ક્રિકેટ, સતોલિયું, કાકા-મામા ગલીની રમત,
ખોવાઈ ગઈ ક્યાંય આ બધી બાળપણની મિલકત,
દોડતું હસતું ફરતું રમતું હતું આજ સુધી બાળજગત,
હવે તો ઘરમાં કેદ થયું એનું શાળાજગત,
કંટાળેલું, વિખરાયેલું, હારવા માંડેલું એનું મગજ,
ઓનલાઈન ભણવામાં હજી સુધી અસમંજસમાં એ સખત,
પપ્પા મમ્મી દાદા દાદીની વચ્ચે ઝોલાં ખાતું તરત,
ચાર ચોપડી અને ચાર દિવાલ વચ્ચે એની મૂંઝવણ અથડાઈને થતી પરત,
આમ ને આમ એનું બાળપણ થઈ જશે કે શું અસ્ત !
ના ના સકારાત્મકતા કેળવવાનો ઈરાદો રાખીએ મસ્ત,
એમ શેનું કોઈ નાનકડું જંતુ બચપનને કરી જાય અસ્તવ્યસ્ત !
ફરી,
લખોટી, ક્રિકેટ, સતોલિયું, કાકા-મામા ગલીની રમત,
ચોક્કસ રમતું થશે આજ નહીં તો કાલ આ બાળજગત !