મા
મા
મમ્મી મમ્મા મા મોમ આઈ તારી હસ્તી,
ક્યારેય તારામાં ઉણપ ન જણાતી,
આખા પરિવાર માટે તું હંમેશાં તણાતી,
દરેક સદસ્ય સાથે જાણે તું આખેઆખી વણાતી,
તારી દવા હોય કે દુઆ બેય કામ કરે કરામતી,
અમને દરેક ખુશી આપી ઉદાસી તારા પાલવમાં છૂપાતી,
ઘરના દરેક ખૂણાને તારી હૂંફ અને હથેળી અનુભવાતી,
ગ્રંથ શું લખવા તારા માટે, તું તો પળ પળ અમારા શ્વાસમાં જીવાતી.