વિવિધ વ્યસન
વિવિધ વ્યસન
અગણિત અજબ પ્રકારનાં વ્યસન, માણસના જીવન સાથે જોડાયેલાં વ્યસન,
ક્યાંક માણસને માણસનું વ્યસન, ક્યાંક માણસને કુટેવરૂપી વ્યસન,
ક્યાંક માણસને છેતરવાનું વ્યસન, ક્યાંક માણસને છેતરાવાનું વ્યસન,
ક્યાંક માણસને ભૂલી જવાનું વ્યસન, ક્યાંક માણસને યાદ રાખવાનું વ્યસન,
ક્યાંક માણસને જીતવાનાં વ્યસન, ક્યાંક માણસને હારવાનાં વ્યસન,
ક્યાંક માણસને લાગણીનાં વ્યસન, ક્યાંક માણસને માંગણીનાં વ્યસન,
સારું હોય જો માણસને હોય પોતાનાં વ્યસન જોવાનાં વ્યસન, સારું હોય જો માણસને હોય, માણસ થવાનાં વ્યસન.