જીવન પ્રવાસ
જીવન પ્રવાસ
કેટલાંય રૂપાળાં સપનાં જોવું છું,
કેટલીય નક્કર વાસ્તવિકતા જીવું છું,
કેટલુંય મનને ગમતું માણું છું,
કેટલુંય અણગમતું નિભાવું છું,
કેટલાય જિંદગીના રંગ સજાવું છું,
કેટલુંય બેરંગ થઈ ગયેલું સહન કરું છું,
કેટલીય પળ મનગમતી મળ્યાનો રાજીપો કરું છું,
કેટલીય પળ વેડફાઈ ગયાનો અફસોસ કરું છું,
કેટલોય ભાર પરિવાર માટે વેંઢારું છું,
કેટલોય વગર કામનો બોજ લઈને ફરું છું,
કેટલીય વાર જીવન પ્રવાસમાં મોજ કરું છું,
કેટલીય વાર જીવન પ્રવાસમાં ખોજ કરું છું.