મા પાછી જોઈએ છે
મા પાછી જોઈએ છે
એક સાથી જોઈએ છે, એક સંગાથી જોઈએ છે,
એક સહારો જોઈએ છે, એક સથવારો જોઈએ છે,
એક હૂંફ જોઈએ છે, એક જૂથ જોઈએ છે,
એક તારણહાર જોઈએ છે, એક જીવવાનું કારણ જોઈએ છે,
બસ, એક શબ્દ પાછો જોઈએ છે, એક “મા”રૂપી મહાવરો પાછો જોઈએ છે,
એક મુખ્ય અંશ જોઈએ છે, મા પાછી જોઈએ છે.