હું અને તું
હું અને તું
હું અને તું, બીજું જોઈએ શું ? મારી અને તારી વાત જ કરશું, મને તારી હમસફર બનવાની આરઝૂ, તને પણ મારો હમકદમ બનવાનું ગમતું,
હું અને તું, બીજું જોઈએ શું ? મારી તારી પાંપણને પલકારે પળ ગણશું, મારાં તારાં સપનાંને સરસ સજાવશું, ઘરને આંગણે તુલસીનું વાવેતર કરશું,
હું અને તું, બીજું જોઈએ શું ? આપણો સાથ સંગાથ પારદર્શક ચાહીશું, મન હૃદયને કાયમ મોટપ બક્ષીશું, જીવનરથને હળવે હળવે મોજથી હાંકીશું,
બસ, હું અને તું, બીજું જોઈએ શું ? તારા માટે હું, મારા માટે તું,