માસ્ક માહોલ
માસ્ક માહોલ
સકારાત્મક જીવવાની મોસમ છે,
કેલેન્ડર, ઘડિયાળ ભૂલી જવાની મોસમ છે,
સ્વજન સાથે સુખના ઝૂલે ઝૂલવાની મોસમ છે,
ઘરના દરેક ખૂણાને વ્હાલ કરવાની મોસમ છે,
દરેક દિવસ રવિવાર કહેવડાવવાની મોસમ છે,
રામ-કૃષ્ણના યુગમાં ફરી પહોંચી જવાની મોસમ છે,
નવી જનરેશનને વ્યોમકેશ બક્ષીની
ઓળખાણ કરાવવાની મોસમ છે,
કોરોનાને દરવાજા બહાર મુકીને દિવાલોને
લાગણીથી ભિંજવવાની મોસમ છે,
કપરા સમયને હૂંફ પ્રેમથી પસાર કરી,
જિંદગી જીતી જવાની મોસમ છે.
ટૂંકમાં, નકારાત્મકતાનો પ્રતિકાર અને,
સંપૂર્ણ સકારાત્મક જીવવાની મોસમ છે,
સકારાત્મક જીવવાની મોસમ છે,
કેલેન્ડર, ઘડિયાળ ભૂલી જવાની મોસમ છે.