મૃત્યુ પછીનું જીવન
મૃત્યુ પછીનું જીવન
1 min
210
એક સિક્કાની બે બાજુ મૃત્યુ અને જીવન,
પરબ્રહ્મની વર્તુળાકાર રચના મૃત્યુ અને જીવન.
ક્યાંક નજરે ચડે જીવન જેવું મૃત્યુ,
તો ક્યાંક નજરે ચડે મૃત્યુ જેવું જીવન.
ક્યાંક અભાવ સ્વભાવ વચ્ચે અટવાતું જીવન,
ક્યાંક સતત મૃત્યુને ઝંખતું જીવન.
દરેકે માણ્યું મૃત્યુ સુધીનું જીવન,
પણ ન જાણ્યું કોઈએ મૃત્યુ પછીનું જીવન.
ખોરંભે ચડે તો ખોરંભાઈ જતું જીવન,
પણ જીવતાં આવડે તો દિલોમાં રહેતું મૃત્યુ પછી પણ જીવન.