રામસેતુ
રામસેતુ
એકવાર હાથ તો લંબાવી જો, એકવાર સાથ તો નિભાવી જો,
એકવાર મનથી મન તો મેળવી જો, એકવાર મને કામ તો સોંપી જો,
રામનું કાર્ય પણ સતયુગમાં કર્યું હતું, સાગર પર સેતુનું સર્જન કર્યું હતું,
રેતીમાં આળોટવાનું નક્કી કર્યું હતું, સીતાને મુક્ત કરાવવાનું પ્રણ લીધું હતું,
તું પણ વિશ્વાસ મૂકી શકે છે, ભગીરથ કાર્ય સોંપી શકે છે,
નાની છું તોય ભાર મૂકી શકે છે, મિત્રતાનો હાથ લંબાવી શકે છે,
આવતી કાલ જોજે આપણી હશે, નાના મોટાની વાત વગરની હશે,
મનની અસમાનતા દૂર થઈ હશે, કોઈ ખિસકોલી ને કોઈ રામની વચ્ચે અતૂટ સેતુવાળી હશે.