STORYMIRROR

Margi Patel

Inspirational

3  

Margi Patel

Inspirational

પગથિયાં

પગથિયાં

1 min
414


દરેક સમયે પગથિયાં હોય છે નવા નવા... 


પગથિયે પગથિયે હોય છે નવી નવી પરીક્ષા... 



બાળપણમાં એક પગથિયું લાગે જાણે પહાડ જેવું... 


હોય કોઈ સાથે તો જ ચડવાની કોશિશ કરે બાળક...



જુવાની તબક્કામાં કોઈ ને આવે બે પગથિયાં... 


એક હોય કામિયાબીનું પગથિયું ને બીજું હોય પ્રેમનું પગથિયું... 



જો બંન્ને પાર થઇ જાય તો જીવન સાર્થક બની જાય... 


છેલ્લે આવે છે ઘડપણનું પગથિયું... 



જીવનનું ચક્ર ફરીથી આવીને અટક્યું બાળપણમાં... 


હોય કોઈનો સહારો તો જ ચડાય છે એક એક પગથિયું... 



પછી એ સહારો હોય કોઈ માણસનો કે લાકડીનો...


પગથિયે પગથિયે આવે છે નવી નવી પરીક્ષા... 




Rate this content
Log in

Similar gujarati poem from Inspirational