Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Margi Patel

Others

4  

Margi Patel

Others

જરા તું મને

જરા તું મને

1 min
23.1K


ઉડવું છે આજે ખુબ જ ઉધ્ધર મારે 

જરા તું મને થોડું આસમાન તો આપ 


ચૂમવું છે આ પ્રકૃતિની ખુબસુરતીને 

જરા તું મને થોડી વાર પાંખ તો આપ 


સજાવું છે આ માથે બીજાના નામનું સિંદૂરને 

જરા તું મને સુંદરતામાં વધારે એવા કેશ તો આપ


દેખવું છે આ દુનિયાના નાના નાના જીવને 

જરા તું મને ચહેરે સુશોભીતનેત્ર તો આપ


ચાખવું છે આ ખટમીઠ્ઠા અનેરા સ્વાદને

જરા તું મને આ સ્વાદની ઇન્દ્રિય તો આપ


સૂંઘવું છે આ રંગબેરંગી ફૂલોની ગુલિસ્તાન ને

જરા તું મને પારખવાની ઘ઼ાણિન્દ઼િય તો આપ


સમજવુ છે આ દુનિયાની લીલાઓને 

જરા તું મને શ્વાસ લેવાનો મોકો તો આપ


સાંભળવું છે આ કિલ્લોલ, સૂર, કલરવ ધ્વનિને 

જરા તું મને સુંદરતાને સંપૂર્ણ કરે એવા કર્ણ તો આપ


ડરવું છે આ દુનિયાના કર્મ, ફળ નિયમ ને 

જરા તું મને દેહ રૂપી સુંદર આત્મા તો આપ


નમવું છે આ પ્રેમ ભરી લાગણીઓને 

જરા તું મને આ દેહમાં હૃદય તો આપ


ભરવું છે આ સ્વપ્નની દુનિયામાં નવા રંગને 

જરા તું મને રાત્રે આરામદાયક નિંદ્રા તો આપ.


Rate this content
Log in