STORYMIRROR

Margi Patel

Children Stories

4  

Margi Patel

Children Stories

બાળપણ જીવવું છે

બાળપણ જીવવું છે

1 min
194

બાળપણના આનંદ ને ઉલ્લાસને માણવા,

શૈશવની યાદોને આજે વાગોળવા,

આજે ફરી મારે બાળપણ જીવવું છે.


ફરીથી શાળામાં ભણવા, મેદાનમાં બેફામ રમવા,

શાળાની રીશેષને પીપળાનાં પાન બિન્દાસ ખાવા,

આજે ફરી મારે બાળપણ જીવવું છે.


વિસરાયેલી રમત સંતાકૂકડી, ઇંડાંચોર ને દોડપકડ રમવી છે,

કૉપ્રોરેટાની આ જીદંગીમાં ફરી એ મિત્રો સાથે પાન ખાવા છે,

આજે ફરી મારે બાળપણ જીવવું છે.


એક ઓળમાંથી બીજી ઓળમાં સાયકલ પર ફરવું છે,

ભાગમદોડની જીદંગીમાં બેફિકર થઇને મોડા સુધી ઊંઘવું છે,

આજે ફરી મારે બાળપણ જીવવું છે.


દેખાડાનાં ચમચી, કાંટા કે નાઇફને છોડી દેવું છે,

આંગળીથી નીચે ઉતરેલા રેલાનો સ્વાદ લેવો છે,

આજે ફરી મારે બાળપણ જીવવું છે.


Rate this content
Log in