લોકશાહીનો તહેવાર.
લોકશાહીનો તહેવાર.
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
"તહેવાર આવ્યો છે મતદાનનો
વારો આવ્યો છે સહી ચુનાવનો "
ભલે આને, પેલાને, બીજાને કે કોઈપણને તમને ગમે તેને
કે પછી નોટાને આપવો પડશે જરૂર મત ભુલી મતમતાંતરને.
આવું ન હોય કે આવુજ હોય છે ,આવુજ થવાનું છે,
આવુજ થશે. આવુજ થતુ રહેશે, એવું બોલવા કરતા તિલક લગાવી આંગળીએ
કરો ભવિષ્ય નિર્ધાર.
વાતાવરણ ખળભળી રહ્યું છે, ભૂંગળાઓ ગાજી રહ્યા છે
રૂપકડી જાહેરાત ને મસમોટા બેનર લાગી ગયા છે,
તારીખો જાહેર થઇ ગઈ છે,
>તમે આ તહેવારને માટે કશુ વિચાર્યું છે ખરું ?
ઓટલા પરિષદ, ચોરાની ચહલપહલ,
સીરિયલના બ્રેકમાં આવતી જાહેરાતો,
ઓફિશનો અવકાશ વગેરેમાં લોકશાહીના
આ ઉત્સવની થઇ રહી છે ઝાકમઝોળ.
વેફર્સ સુકવી, અથાણાં બની ગયા,
મસાલા ભરાય ગયા, બધુજ વ્યવસ્થિત સમયમુજબ પૂરું ,
એટલીજ ચોકસાઈથી ચૂંટણી પર્વ ને વિચારશો ખરા ?
વિચારો, મતદાન જરૂર કરો,
લોકશાહીને ધબકતી રાખો કારણકે
તમારાં,મારા,સહુના મતથી જ તો
ઉજવાશે આ "રાષ્ટ્રીય" તહેવાર.