STORYMIRROR

Purvi luhar

Drama

5.0  

Purvi luhar

Drama

કન્યાજન્મ

કન્યાજન્મ

1 min
533



ગર્ભસ્થ શિશુના આગમનની રાહે માં કાગડોળે રાહ જોઇ રહી હતી.

ભિતર થઈ રહેલી કોમળ-કોમળ હલચલ એના માંહ્યલાને રોમાંચિત કરી દેતી હતી,


નિંદરમાં ઝબકીને જાગી જતી જ્યારે પેટમાં કાંઈક સળવળાટ થતો,

અંતે એ ઘડી આવી પહોંચી પીડાનું વમળ એક સામટુ ઉમટયું,


અંગેઅંગ કટકા થતું હોય એવુ લાગ્યું,

મારા શરીરને કોઈએ ઓપનેરમાં ઓર્યુ હોય એવુ લાગ્યું,


અનહદ પીડા સહી રહેલુ મારુ તન ટકી રહ્યું, મારા મનના આશ્વાસન થકી મન કહી રહ્યું હતું,


બસ હવે થોડીવાર બસ, હવે લગરીક આ હોસ્પિટલ હમણાંજ તારાં શિશુની પ્રથમ ફાળથી ગહેકી ઉઠશે,

તારુ ઘર કિલ્લોલ થી ગુંજી ઉઠશે,તારુ જીવન મઘમઘી ઉઠશે.  


અહીં બધાંજ

સંબન્ધ લટકી રહ્યા હતા પેલી ઉપર ફરતા પંખા ઉપર!

માત્ર હું જ સહી રહી આ અવર્ણનીય,અકથ્ય, અમૂર્ત પીડા......


ને અચાનક મારામાંથી કંઇક છૂટતું લાગ્યું, મારી શ્વાસની ગતિ વધી ગઇ.....

હું અર્ધબેભાન .......


ઘણા સમયે હું ભાનમાં આવી થોડી હળવાશ લાગી,

હોસ્પિટલની નર્સે મારા પરસવે રેબઝેબ કપાળ પર હાથ મૂકીને સમાચાર આપ્યાં,


બધાઈ હો તમે એક નાનકડી પરીના,

છોકરીના મમ્મી બની ગયા છો અને.......


જાણે કે જગ આખાની જાનજરીયું મારા મનમાં રણકવા લાગી,

નાનકડી કન્યાના આગમનની ખુશીથી ખબર નહીં,

મારી પીડા ક્યાંય ફંગોળાઈ ગઈ,

મારી આંખો પરીના પ્રથમ દર્શન કાજે તરસી રહી......

હું એને આવકારવા સક્ષમ બની ગઈ!


Rate this content
Log in

Similar gujarati poem from Drama