પપ્પા હું યાદ કરું છું
પપ્પા હું યાદ કરું છું
પિતા એટલે મારી દુનિયા
પણ એતો દુનિયા છોડીને જતા રહ્યા,
હવે આ દુનિયા મને લોલીપોપ જેવી લાગે છે
એક વર્ષ વીતી ગયું અનેક વર્ષો વીતી જશે,
પણ આ વીતતો જતો સમય ખાલીપો નહીં ભરી શકે,
બથ ભરીને આપેલી શિખામણ,
દરિયો ભરીને આપેલી સ્વતંત્રતા
મન ભરીને આપેલી મમતા કેમ ભૂલું,
મુઠી ઊંચેરું જીવન જીવવું એવું કહેનારને
આજના દિને મુઠી ઊંચેરી યાદ.