સફર
સફર
1 min
439
સફર હરિ પામવાની નિરંતર ચાલ્યા કરે છે,
છતાં કણા જેવુ કંઇક આંખોમાં ખૂંચે છે.
છો આવતા માર્ગમાં કંટકો સામટા,
શ્રદ્ધા કેરી આપણી મશક ક્યાં ખૂટે છે ?
મેં બાંધ્યું તવ પ્રેમ કેરું ભાથુ ભક્તિમય,
એમાં તવ સાથ નામે અથાણું ખૂટે છે !
પગદંડી એ ચાલ્યા કરું અથાગ-અથાક,
ખુલ્લા ચરણ આજ તવ ચાખડી ઝંખે છે.
તું કહે છે હું માર્ગની ક્ષિતિજે મળીશ.
ઢળવા આવી રાતડી હવેતો ફાનસ ધ્રૂજે છે.
અખિલ અવકાશમાં તું નિરંતર રજ-ગજ માહે
માત્ર ચાંગળુક દર્શન આ માંહ્યલો ઝંખે છે.
માળા છે હસ્તમાં, હૃદયમાં તવ નામજાપ છે,
આવ હવે મન કેરા મામેરુંનું વાણું વીતે છે.