STORYMIRROR

Purvi luhar

Inspirational

3  

Purvi luhar

Inspirational

પ્યારી દાદી

પ્યારી દાદી

1 min
676


દાદી, મારા બાળપણની રસથાળીના,

ખાટા, મીઠા,તૂરા, કડવા એક પછી એક,

એમ ઘણા રસમાની મધ મીઠી ખીર.


મારા દૂધિયા દાંત જ્યારે,

દાળિયા ચાવવાને અસક્ષમ હતા,

ત્યારે ખલમાં દાળિયાનો ચૂરો કરીને,

મારા મોંમાં મુકનાર મૂકસેવક.


મારી મસ્તીખોરીથી થતા,

હલ્દીઘાટીના શેરી યુધ્ધમાં,

ભૂલ મારી હોયકે ન હોય,

મારો સ્વયંસેવક ચોકીદાર.


મને નિશાળના પગથિયાં ચડાવીને,

વિશ્વ બતાવનાર,

હું થાકી જાવ છું દુનિયાદારીથી,

ત્યારે મને દાદીનો ખોળો ખુબ યાદ આવે છે.


આજે હું કઈ કરી ન શકું,

એમના માટે અફસોસ !

કબર પર એમને ગમતા,

ડોલરના ફૂલ મૂકુ છું.


Rate this content
Log in