મંઝિલ
મંઝિલ
"મંઝિલ"ના દ્વારે મેં ઘણાં ટકોરા કર્યા,
પણ સપનાંઓ મારા સહુ ખોખા થયા.
એણે કહ્યુ પરસેવે નાહીને આવ નિયમિત,
ને પરોપકાર તણો સ્પ્રે છાંટ વ્યવસ્થિત.
હું તો નિંદરથી ભરેલી આંખે પહોચી બેબાકળી,
કહ્યું, એ ઉઘાડીને પછી પરત આવ ચીબાવલી.
તૈયાર વાળેલા ઓટલે સહુ બેસવા રાજી-રાજી,
મને કહ્યુ વાળી-ઝુડી, લિપિ-ગુંપીને પછી આવ.
મેં ક્યાં કહ્યું કે જગ, રાજ, પાટ સઘળુ જોઈએ,
થોડાંક વાવેલાં શમણાઓ જ તો માંગ્યા હતા.
ત્યાંતો એમણે કર્યા હાથ અધ્ધર ને કહ્યુ સખત,
મંઝિલે-એ-શમણાઓ કાજ તનતોડ ઉદ્યમ જોઈએ.