માસિક દિન
માસિક દિન


ગૂંથાયો જેના થકી દેહ મારો,
જોયું મેં જેના થકી વિશ્વ સારું
આંગણામાં પગલીઓ પાડી
બની હું પાપાની લાડકડી,
રંગે ચંગે શાળાના પગથિયાં ચડી
કરી મહેનત હું આભને આંબી,
અચાનક મને કનકુ નીકળ્યું
જગત આખું જુદું લાગ્યું,
ધીરે ધીરે સ્વીકારીને જાતને
સ્વચ્છ સ્વસ્થ બનાવી દરેક ભાતને
તોરણ બાંધ્યા માંડવડા રોપાયા,
ઓરતા લાખો લઇ દુલ્હન બની,
સજી ધજી જિંદગી સુંદર બનાવી,
પિયુ સન્ગ મસ્ત મેડી બનાવી,
મહિને મહિને હું તો અટકી ગઈ
મારામાં મેતો જિંદગી રોપી,
સમી સુતરી હું તો પાર ઉતરી ગઈ,
પગલીઓ દીકરી તણી નિતરી ગઈ
થઈ ખુશી અપરંપાર ઓ ખુદા,
હું સ્ત્રી છું જગ આખાની ના ખુદા,
રક્ત વરદાન રક્ત જીવદાન
માસિક તો છે જન્નતનું બયાન..