STORYMIRROR

Kinjal Pandya

Inspirational

3  

Kinjal Pandya

Inspirational

સ્વ-પ્રેમ

સ્વ-પ્રેમ

1 min
547

બે લાલ ગુલાબ ખરીદ્યા મેં આજે,

કોઈ એ પૂછયું, 

કોને મળવા જાઓ છો આજે ?

આ ગુલાબ કેમ ને કોના કાજે ?


મેં કહયું એ સજ્જનને,

કે... મને થોડા થોડા દિવસે 

મારા પ્રેમને મળવા જવાનું ગમે છે,

એને જ મારી લાગણીઓ નમે છે. 


એમણે પૂછ્યું કોણ છે એ.!?

કહયું મારી જાત નેજ 

કોક વાર મળી લઉં છું.


કારણ... 

આદત છે મને પ્રેમ કરવાની, 

મારી જાતને ફરી ફરીને મળવાની.


એટલેજ મહાશય,

પહેલા પોતાના માટે 

ગુલાબ લેતા શીખો

અને બીજાના જીવનમાં 

કાંટા બનતાં અટકો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational