STORYMIRROR

Bhavna Bhatt

Inspirational Others

3  

Bhavna Bhatt

Inspirational Others

ઉડાન

ઉડાન

1 min
235

કરો ના ભરોસો મનવા, ખલક આ ખોટો રે, 

કાયા પરપોટો ક્યારે જશે રે ફૂટી રે. 


જૂઠી રે જંજાળ મનવા, જૂઠી રે આ માયા રે, 

જૂઠો રે આ ખેલ ક્યારે જશે ખૂટી રે. 


લખ રે ચોર્યાસી મનવા, ભવોભવ ભટકીએ રે, 

આવ્યો ત્યારે આ મનખા દેહ ધરી રે. 


પળ, પળ વીતે છે મનવા, નશ્ચર આ દેહનો રે, 

પ્રાણ પંખીડું ક્યારે ઉડાન ભરી જાશે રે. 


ક્યાંથી આવ્યો ક્યાં મનવા, જાવુ ના જાણે રે, 

કીધા રે કર્મોની શીદને ગઠડી ભરી રે. 


ભાવના છોડીને મનવા ઉડાન તું ભરજે રે, 

જાજે આખર તું પ્રેમે પ્રભુમાં ભળજે રે..


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational