પા પા પગલી સિવાયની શીખ
પા પા પગલી સિવાયની શીખ


મોહિતભાઈ અને તેના મિત્રો સોડા શોપ પર સોડા પી રહ્યા હતા, ત્યારે એક ત્રણ ચાર વર્ષનું ટાબરિયું આવ્યું ચોકલેટ લેવા. સોડાવાળાકાકાને એને ચોકલેટ આપતા વાર લાગી તો ટાબરિયું પોતાની તોતડી ભાષામાં બબડવા માંડયું. મોહિતભાઈ અને એમના મિત્રોએ ધ્યાનથી સાંભળવા કાન ધર્યા ત્યારે ખબર પડી કે ટાબરિયું ધાણીફૂટ રીતે અપશબ્દો બબડી રહ્યું હતું તે સોડાવાળા કાકાને ઉદેશીને.
મોહિતભાઈના મિત્રોએ ટાબરિયાને તેનો મતલબ પૂછ્યો, ત્યારે એ બોલ્યું.
"મળે ની તબર મલબ,પપ્પા વોટમેન ટાટાને એવું તેય છે." ટાબરિયું એટલું તોતડી ભાષામાં બોલીને ભાગ્યું ચોકલેટ લઈને!
"આજકાલના માં-બાપ છોકરાઓ સામે પણ ગમે તેમ લવારા કરે છે એનું જ પરિણામ આ છોકરામાં દેખાયું"- પાંત્રીસ વર્ષના મોહનભાઈથી બોલ્યા વગર ન રહેવાયું.
સાથે જ મોહીંથાઈએ પણ મનોમંથન કરી લીધું કે ક્યાં પોતે પણ પોતાના એક વર્ષના નિલને પા પા પગલી સિવાય તો કઈ બીજું નથી શીખવી રહ્યા ને અને જવાબ હા મળતા પ્રતિજ્ઞા લઇ લીધી કે તે હવેથી આવી ભૂલ નહિ કરે.