મનમાની
મનમાની
સમય સાથે આજ મેં થોડી હોડ કરી
ફરી આજ મેં થોડી મોજ કરી
કેટકેટલીય માથાકૂટ કરી
મેં જરા બગાવત કરી
ના ચાલવા દીધું એનુ
મેં મનમાનીની જમાવટ કરી
કહી દીધું દરવખતે નહીં ચલાવું તારી ભલામણ
સમજી લે મારી શિખામણ
ચાલ તુ પણ મનમાં લઇ તારી મોજ
પણ હું પણ નહી જ મુકું મારી ખોજ
