ચકી રાણી ની ડાયરી
ચકી રાણી ની ડાયરી
1 min
307
ચકીરાણી, ચકીરાણી
ડાયરી લઇ ફરવા હાલી
પેન પેપર ને જાતની લ્હાણી
શબ્દો મહી સૂરજની સતામણી
ગરમીમાં વળી કેવીક અટવાણી
ચકીરાણી, ચકીરાણી
ડાયરી લઇ ફરવા હાલી.
ટોપી, ગોગલ્સ ને રૂમાલની લ્હાણી,
હું બધું લઇ ફરવા હાલી,
જરા રણકી ચકી રાણી.
બેસી છાંયે હું વાત લખીશ,
મનનું બધું ખાસ લખીશ,
નિશાંત જગ્યા શાંત લખીશ.
હું જરાક જગતનું આસપાસ લખીશ,
કેવુક મજાનું જગનું જાળું,
થોડા થોડામાં કેવું અટવાણું.
વિચારતી હતી બે ચાર લખવાનું
પણ બની લેખક આ તો જાજુ લખાણું
ચકી રાણી, ચકીરાણી,
ડાયરી લઈને ફરવા હાલી
પછી કવિતા લઈ ને ઘરમાં હાલી.
