થઈ ગઈ
થઈ ગઈ

1 min

344
ઝરૂખે ઊભી એક ડેલી થઈ ગઈ.
રંગો ઉડાડી રાધા ઘેલી થઈ ગઈ.
લલાટમાં એના કેડી થઈ ગઈ.
આજ વાતની હોવી મુશ્કેલી થઈ ગઈ.
જીવનમાં શબ્દોની રંગોળી થઈ ગઈ.
કસુંબા કેરી એક વાત રુડી થઈ ગઈ.
રાધા રંગાણી એ વાતની હોળી થઈ ગઈ.
કાનાએ રંગી એ વાતની ગામમાં ચોરી થઈ ગઈ.
ભક્તિના રંગોની ધૂળેટી થઈ ગઈ.
બચ્યાએ બધા રંગોની વાત કોરી થઈ ગઈ.
ઋતુ હવે ફાગણની સહેલી થઈ ગઈ.
સરખી વાતો આજ પહેલી થઈ ગઈ.
જ્ઞાન વિજ્ઞાનની વાત તો બોવ છેલ્લી થઈ ગઈ.
આવજો પછી કયારેક આજ તો આ કવિતા વહેલી થઈ ગઈ.