માણસ
માણસ
આપણે સરેરાશ માણસ,
હા ખરેખર ખાસ માણસ.
જેમને શંકા ભલે હો,
એમનો વિશ્વાસ માણસ.
શસ્ત્રનો છે દોષ ક્યાં ભૈ !
લોહીની છે પ્યાસ માણસ.
પાનખરમાં છમ્મલીલો,
વસંતે ફિક્કાશ માણસ.
એ કહે છે: નથી કંઈ ત્યાં.
જૂએ છે આકાશ માણસ.
આમ તો વહેવાર ચોખ્ખો,
ઉધારે બે શ્વાસ માણસ.
'રશ્મિ' આ દુનિયા કહે છે;
હોય લગભગ કાશ માણસ.
