મેહુલા
મેહુલા
1 min
10.3K
મેહુલા માણસની જેમ
તું રીસાય ભલે
તો માનવું પણ જોઈએ
નહીંતર રીસ નું મૂલ્ય ઘટશે
તો રાધા કાનાને
કાનો વાંસળીને
વાંસળી વ્રજનારીને
વ્રજનારી ગોપને
ગોપ ગાયને
અને
હું તો તારી વીજળી રાણીને
પવન સાથે સંદેશો મોકલીશ કે
તારો વ્હાલમ તારા વશમાં નથી
અને એ ય ચોમાસામાં
ઓ ચાતક દાદુર જાગો
પ્રીત પર ખતરો છે
