STORYMIRROR

Ramesh Bhatt

Drama Romance

2  

Ramesh Bhatt

Drama Romance

હા મારી જ આ કવિતા હતી

હા મારી જ આ કવિતા હતી

1 min
11.9K


વરસાદે

એને એવી ભીંજવી,

જાણે

એ જ ચોમાસું બની ગઈ,

ગોરી ત્વચા એ પાણીનું અપમાન કર્યું હોય,


લાવણ્ય માં લપાઈ ગઈ વીજળી,

અંગે અંગમાંથી અગન વરસતી હોય એમ,

એના

વરસાદમાં પલળેલા હોઠથી

જાણે વિયોગની અગન વરસતી હતી..


આખું ચોમાસું એની પ્રતિક્ષારત આંખો માં હતું..

અને એ ઘર પાસે પહોંચી

ત્યારે એને હાશ થઈ..

મારી,

હા મારી જ

કવિતા હતી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama